તમારા બાળકોના માં-બાપ નહિ પણ મિત્ર બનો પછી જોવો…
પછી આગળ થાશે શું.???
આજે જે કાંઈ પણ કહીશ એ કડવું હશે પણ સાચું હશે…
આવું કેમ કહેવું પડે છે કે તમે તમારા બાળકોના માં-બાપ નહિ પણ મિત્રો બનો એનું સૌથી મોટું કારણ છે આજનો બદલાતો આ આધુનિક સમય જીવન જીવવાની પદ્ધતિ ટેકનોલોજી.!
આજની આ ભાગદોડ વાળી આ જિંદગીમાંથી પાંચ મિનિટ કાઢીને આ વિચારજો કે “આજથી પચ્ચીસ વર્ષ પહેલા આજે જે છે એવું હતું કે આનાથી પણ સારું હતું?” તો સૌનો જવાબ હશે નહિ આનાથી સારું નહોતું આજે બહુજ સારું છે અમારે જે જોઈએ એ બધુજ આજે મળે છે પહેલાના સમય માં જે જોઈતું એ ના મળતું પણ આજે એવું નથી માંગો એ મળે છે ફક્ત એક જ ક્લિકથી…
“ફરી એક વાર વિચારો અને શાંતિથી વિચારો”
આજથી પચ્ચીસ વર્ષ પહેલા આજે જે છે એવું હતું કે આનાથી પણ સારું હતું?
હવે ચારેય બાજુથી વિચારજો ખાલી સુખસુવિધાજ નહિ પણ પરિવાર, સંબંધો,આવકાર,
લાગણી, વિચાર, અને સમય…
ઘણા બધા લોકો વિચારમાં પડી ગયા હશે હવે કે આ શું કહેવા માંગે છે?
હા હું તમને એક નવા વિચારમાં નાખવાજ માંગું છું!!
બાળકો બગડે છે તો તમેજ તેના જવાબદાર છો કેમકે આજના સમયમાં કોઈ પણ માં-બાપ પાસે પોતાના સંતાનો માટે ટાઇમ જ નથી આખો દિવસ અને રાત બસ કામ કામ અને કામ બાળકોને તમે સંપતિ નઈ આપોને તો ચાલશે પણ જો સમય નઈ આપો ને તો નઈ ચાલે…
જેમ તમે આજે કામમાં વ્યસ્ત છો એમજ તમારું બાળક તમને જોઇને આગળ એ પણ વ્યસ્ત બની જશે જયારે તમારી તમારી મોટી ઉંમર માં એના ટાઇમની જરૂર હશે ત્યારે એ પણ કામમાં તમારી જેમ જ વ્યસ્ત હશે કેમ કે એ તમને જોઇને મોટું થયું છે તો…
“જેટલું જલ્દી સમજાય એટલું સારું”
કોઈક દિવસ બાળકને પાસે બેસાડીને એના મિત્ર બનો કે બેટા કેમ ચાલે છે ભણતર અને માર્ક્સ સિવાયનું કઈંક પૂછો કોઈ તકલીફ કે કઈં જરૂરિયાત નથી ને તો તારો બાપ છે તારી માં છે કાઈ હોય તો કેજે આવું ખાલી કઈ તો જુવો એ બાળક તમને ક્યારેય એકલતા નહિ અનુભવવા દેય પણ નહિ આ સમાજ માં આવું નો કરાય તેવું નો કરાય એમાંથી ક્યાંક ઊંચા આવીએ તો ને પેલાને જો ને પેલીને જો બંધ કરીએ તો સારું…
કેમકે બાળકને જો તમે આવું નહિ કહો ને તો એ પ્રેમ માટે તે બહાર જશે મિત્રો પાસે અને પછી એમના મિત્રો જેવા હશે એવું તમારું બાળક બનશે…
છોકરી ઘરેથી ભાગી જાય એનું મુખ્ય કારણ આજ છે કેમકે એવી વાત આપડે ઘરમાં ના કરાય અને પછી છોકરી એમની બહેનપણી પાસે જાશે અને પછી ભાગી જશે…
કેમકે તમે એમને ક્યારેય પૂછ્યું જ નથી કે બેટા તારી શું ઈચ્છા છે, કે તારી શું મરજી છે, કે તારે શું કરવું છે, કે તને કોઈ ગમે છે, કે તારે આગળ શું કરવું છે,…
બસ આપણે તો આપણી જ મરજી થોબી દઈએ છીએ બાળકોની માથે…
કે તારે તો આજ ભણવાનું છે, તારે તો આમ જ કરવાનું છે, તું ત્યાં ના જઈ શકે કેમ કે હું કવ છું,
તારે આની સાથે જ લગ્ન કરવાના છે, મેં આવું વિચારું છે એટલે કરવું જ પડશે..
આવા તો ધણી બધી મનમાની બાળકો માથે નાખી દઈએ છીએ…
“પછી ઘરે ઘરે એક જ વાત મારું બાળક મારા કહ્યામાં નથી”
આ બધું જેટલી જલ્દી સમજાય એટલું વધારે સારું…
સમજાય એને વંદન અને નો સમજાય એને પણ જાજાથી જય શ્રી ક્રિષ્ના..🙏