એક પૌત્રએ પોતાના દાદા ને એક વાર કહ્યું કે, દાદાજી મારે રસ્તા પર વેચાતા ફુગ્ગા જોઈએ છે. દાદાજી જ્યારે એને ફુગ્ગો અપાવવા લઈ ગયા ત્યારે એ નાના બાળકે પૂછયુ કે દાદાજી આમાંથી ક્યા રંગનો ફુગ્ગો ઉપર સુધી જશે ?
દાદાજી એ હસીને કહ્યું કે, બેટા ફુગ્ગો રંગના લીધે નહિ
પણ – તેનામાં ભરેલા ગેસના કારણે ઉપર જાય છે.
બસ એ જ રીતે આપણી જિંદગી આપણા હાથમાં છે. જીવનની ઊંચાઇઓને પ્રાપ્ત કરવા માટે સમાજ, કમાણી, પરિવાર, મિત્ર, પતિ-પત્ની, ભણતર વગેરેની જગ્યાએ આપણો લક્ષ્યને મેળવવાનો સંકલ્પ એ નક્કી કરે છે કે આપણે કયાં સુધી પહોંચીશુ…!
રાધે-રાધે.