એક ડોશીએ કોર્ટમાં છૂટાછેડા માટે અરજી કરી.
જજે ડોશીને પૂછ્યું કે આટલા બધા લાંબા વખત સાથે રહ્યા પછી છૂટાછેડા લેવાનું કારણ?
ડોશી : જજ સાહેબ, મારા પતિ મારાપર માનસીક અત્યાચાર ગુજારે છે
જજ: એ કેવી રીતે?
ડોશી : એને જયારે મરજી થાય ત્યારે મને ખરીખોટી સંભળાવે છે..
અને હું જયારે સામે જવાબ આપવાનું શરુ કરું ત્યારે..
એ કાનમાંથી મશીન કાઢી નાખે છે.
😂🤣😂
છગનઃ ખોટું બોલવાની પણ કંઈક લિમિટ હોવી જોઈએ.
મગનઃ કેમ શું થયું?
છગનઃ અરે, મેં 1000 રૂપિયા ઉધાર માગવા માટે મનસુખને એના ઘરના
લેન્ડલાઈન પર ફોન કર્યો, તો એ બોલ્યો,
થોડી વાર રહીને ફોન કર,
હું અત્યારે ગાડી ચલાવું છું.
😂🤣😂