Monday, December 23, 2024
HomeBlogપોઝીટીવ રહો, પોઝીટીવ વિચાર કરો... સ્માર્ટ ગુજ્જુ

પોઝીટીવ રહો, પોઝીટીવ વિચાર કરો… સ્માર્ટ ગુજ્જુ

એક ૪ વર્ષનો છોકરો તેની ૬ વર્ષની બહેન સાથે માર્કેટમાં ગયો, અચાનક છોકરાએ જોયું કે તેની બહેન પાછળ રહી ગઇ. તે ઉભો રહયો અને પાછળ જોયું તેની બહેન રમકડાની શોપ પાસે ઉભી હતી અને કંઇક ખૂબ જ ધ્યાનથી જોતી હતી. છોકરો ત્યાં ગયો અને પુછયું તારે કંઇ જોઇએ છે? તેની બહેને ઢીંગલી સામે આંગળી બતાવી, છોકરાએ તેનો હાથ પકડયો અને મોટા ભાઇની જેમ તેને ઢીંગલી અપાવી, બહેન ખૂબ જ ખુશ થઇ ગઇ. શોપવાળા ભાઇ બધું જોતા હતા એ આ જોઇ આશ્ચર્યચક્તિ થઇ ગયા. છોકરો શોપ કાઉન્ટર પાસે આવ્યો અને પુછયું સર આ ઢીંગલીની કિંમત કેટલી છે !

દુકાનદાર સારો માણસ હતો તેણે જીંદગીમાં ઘણું અનુભવ્યું છે તેણે છોકરાને ખૂબ જ પ્રેમ અને લાગણીથી પૂછ્યું  “તું શું આપીશ”

છોકરાએ નદીકિનારેથી લાવેલા બધા છીપલાં પોકેટમાંથી કાઢીને દુકાનદારને આપ્યાં. તેણે એ લઇ લીધા અને પૈસા ગણતા હોય એમ ગણવા લાગ્યો. પછી તેણે છોકરાની સામે જોયું. છોકરાએ ચિંતિત થઇને પુંછયું ‘‘આમાં કંઇ ઓછા છે!”, દુકાનદાર કહે ના ના આ તો કિંમત કરતા પણ વધારે છે, તેથી હું વધારાના તને પાછા આપીશ અને એણે ૪ જ રાખ્યા અને બાકીના પાછા આપ્યા. છોકરાએ ખુશ થઇને બાકીના છીપલા પોકેટમાં મુકી દીધા અને તેની બહેન સાથે ગયો.

દુકાનનો નોકર આ બધું જોઇને આશ્ચર્યચક્તિ થઇ ગયો. તેણે શેઠને પુછ્યુંઃ “સર તમે આટલી મોઘી ઢીંગલી માત્ર ૪ છીપલામાં આપી દીધી. દુકાનદારે સ્માઇલ આપતા કહયું “આપણા માટે એ માત્ર સામાન્ય છીપલા છે, પરંતુ તે છોકરા માટે ખુબ જ કિંમતી છે, આ ઉમરમાં પૈસા શું છે તે સમજી નહી શકે, પરંતુ તે જયારે મોટો થશે ત્યારે તે ચોકકસપણે સમજશે. અને ત્યારે એ યાદ રાખશે કે તેણે પૈસાના બદલે છીપલાથી ઢિંગલી ખરીદી હતી, તે મને યાદ કરશે અને વિચારશે આ દુનિયા સારા માણસોથી જ ભરેલી છે. તેથી તેનામાં પોઝીટીવ વિચારો વિકસશે.

તેથી હંમેશા પોઝીટીવ રહો અને
પોઝીટીવ વિચાર કરો👍 


RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments